તક
મેળવો અથવા કોઈ જરૂરતમંદ ને મેળવવા હાથ આપો
શ્રી.આનંદ કુમાર પર આધારિત ફિલ્મ સુપર૩૦થી પ્રેરિત થઈ, તક અને તાલીમ જેવા ઉમદા હેતુ પર કાર્ય કરવા જઈ રહ્યાં છે. આ હેતૂથી એવાં યુવાનો જે પોતાની કારકિર્દીમાં સફળ-નિષ્ફળ રહ્યા હોય તેમજ અનુભવ હોંવા છતા યોગ્ય મુકામે પહોંચી શક્યા ના હોય, ગૃહસ્થ તેમજ વ્યક્તિગત જવાબદારીઓમાં જેઓ અટવાયેલા છે અને સંદેશાવ્યવહારની કુશળતા ધરાવે છે, ગૃહિણીઓ પણ જે સતત તેમના બાળકોને ભણતરમાં ટેકો આપતી અને પરિવારની કાળજી લે છે આ સર્વેને, પોતાનું નામ જાહેર ન ઈચ્છતા આ મહાનુભવ તેમની વિશેષ કુશળતાઓથી માર્ગદર્શન આપી જવાબદાર નાગરિક બને તેના પ્રયત્નો કરવા જઈ રહ્યા છે.
અમે અહી આવા તમામ લોકો માટે આ સોનેરી તક લાવી રહ્યાં છે જેઓ સ્વતંત્ર અને આર્થિક પગભર થવા ઈચ્છે છે, તેમના પરિવાર માટે સમાજમાં આદર મેળવવા ઈચ્છે છે. આ હેતુને સાર્થક કરવા જનાર મહાનુભવે તેમના ભૂતકાળમાં ઘણા યુવાઓ, પ્રૌઢો અને ગૃહિણીઓને માર્ગદર્શન આપ્યું છે અને સદંતર આપી જ રહ્યાં છે તેઓ આજે સારી કમાણીથી ધન્ય છે અને આનંદથી જીવન જીવી રહ્યાં છે.
તેઓ ઘણાં લોકો પાસેથી શીખ્યા છે અને માને છે કે હજી ઘણાં પાસે ઘણું શીખવાનું છે... શીખવાની સદંતર પ્રક્રિયાને હવે લોકો સાથે કાર્યરત કરવા આવી રહ્યાં છીએ.
શાળાના દિવસોમાં તેઓ શિક્ષણથી નહીં પણ નટખતાથી શિક્ષકોના પ્રિય એવા રહ્યા અને આજે એક સફળ ઉધોગસાહસિક છે.
તેઓ માને છે ઈશ્વર એક જ છે અને દરેક માનવી સમાન જન્મે છે તો માનવતા માત્ર જ સૌથી મોટો ધર્મ નથી પણ જયારે માણસ એકબીજાનો હાથ પકડી લેશે ત્યારે આખો સમાજ તણાવ મુક્ત થઈ જાશે.
ફક્ત ‘માં’નાં ઓછાયામાં ઉછેર પામી જાણ્યા છે કે જો સ્ત્રીઓને યોગ્ય તક અને તાલીમ આપવામાં આવે તો, સ્ત્રીઓ પોતાનું જીવન, જીવન જીવવાની ગુણવત્તા તેમજ સાથીનાં સપનાઓને પૂરા કરે તેટલી સક્ષમ થઈ, ટેકો આપવામાં મદદગાર થઈ શકે છે. તેઓ માને છે કે ધર્માદા ઘરથી જ શરુ થાય છે.
તેઓ માને છે કે આજની યુવા પેઢીમાં જાદુ છે. અનેરાં વિચારો અને કલ્પનાઓ છે, તેમની પાસેથી ઘણું શીખવા મળે તેવું છે. યોગ્ય માર્ગદર્શન અને પરિવારની કાળજી દ્વારા વ્યક્તિગત કે કારકિર્દીને લઈને તેમનાં વલણ-વિચારને સાંભળવા અને સમજવા જરૂરી એવાં સંબોધન અપાય છે.
તેઓ માને છે વય એક સંખ્યા છે જેને કારકિર્દી સાથે કોઈ પ્રતિબંધ નથી. સાથે જ કેટલાંક માતાપિતાને પણ થોડા માર્ગદર્શનની જરૂર ઈચ્છે છે જેથી તેઓ તેમના બાળકો સાથે ખૂબ આદરપૂર્વક વર્તે અને આજીવન બિનશરતી પ્રેમ આપે અને મેળવે.
પોતાના સપના અને તેમનાં પરિવારોને ટેકો આપવા, નોકરીની જરૂર હોય તેવા જરૂરતમંદને નોકરી આપીને પ્રગતિશીલ તકો આપવા માટે તેઓ આપણી વચ્ચે આવી રહ્યાં છે. આ એક નિશુલ્ક સેવા છે. અનુભવી-બિનઅનુભવી વિદ્યાર્થીઓ, સ્ત્રીઓને કાઉન્સીલીંગ દ્વારા કારકિર્દીનું માર્ગદર્શન મળે. જેમાં તેઓ વ્યક્તિગત રીતે પસંદગી કરી તાલીમ આપશે અને આજના સમાજમાં જીવનને આદર સાથે જીવવા યોગ્ય બનાવશે.
ઉપરોક્ત લાભ મેળવવા માટે તમારે ફક્ત મેલ મોકલવાનો છે જેમાં તમારાં મુદ્દાઓનો ઉલ્લેખ હોય અને સાથે નોકરી માટે અપડેટ કરેલ (પુરતી વિગતો સાથે) બાયોડેટા મોકલી શકો છો. કૃપા કરી મેલ અથવા વોટ્સઅપમાં જણાવવાનું ભૂલશો નહી. એક સપ્તાહ માં જ અમારા કાર્યકર્તાઓ તમને જવાબ (રીપ્લાય) મેલ દ્વારા મોકલશે અથવા સંપર્ક કરશે. તેમજ તમારો સંપર્ક કરશે તેની ખાતરી માટે ધીરજ રાખવી જરૂરી છે, કારણકે ઘણાંને ટેકો જોઈએ છીએ પરંતુ અમારા હાથ પૂરતાં જ છે. સફળ ભવિષ્ય જોંવા અને યોગ્ય માર્ગદર્શન મેળવનાર ઈચ્છુકે માત્ર પગ ઉપાડવાની વાર છે. નિશુલ્ક સેવાનો લાભ લો અને કંઈક એવું મેળવું જેની કોઈ કલ્પના પણ ના હોઈ. પ્રયત્ન કરો અને પોતાનાં કર્મોમાં વિશ્વાસ રાખો.